Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

તણાવમાં હોંઉ ત્યારે પ્રમુખ સ્વામીજી પાસે જઈને ચિંતા મુક્ત થતો :ગૃહમંત્રીશ્રી

અમદાવાદના (Ahmedabad) ઓગણજ-સાયન્સ સિટી વચ્ચે રિંગ રોડ પાસે પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવનો (Pramuchswami Shatabdi Mohotsav)પ્રારંભ થઇ ગયો છે. પીએમ મોદીએ બુધવારે પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનું ઉદ્ધાટન કર્યું હતું. જેની માટે 600 એકરમાં ફેલાયેલું સ્વામિનારાયણ નગર તૈયાર કરવામાં આવ્યું છે. આજે કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહએ નગરની  મુલાકાત કરી અને તેમના હસ્તે આજે માનવ ઉત્સવનો પ્રારંભ થશે. 1 મહિના
તણાવમાં હોંઉ ત્યારે પ્રમુખ સ્વામીજી પાસે જઈને ચિંતા મુક્ત થતો  ગૃહમંત્રીશ્રી
અમદાવાદના (Ahmedabad) ઓગણજ-સાયન્સ સિટી વચ્ચે રિંગ રોડ પાસે પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવનો (Pramuchswami Shatabdi Mohotsav)પ્રારંભ થઇ ગયો છે. પીએમ મોદીએ બુધવારે પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનું ઉદ્ધાટન કર્યું હતું. જેની માટે 600 એકરમાં ફેલાયેલું સ્વામિનારાયણ નગર તૈયાર કરવામાં આવ્યું છે. આજે કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહએ નગરની  મુલાકાત કરી અને તેમના હસ્તે આજે માનવ ઉત્સવનો પ્રારંભ થશે. 1 મહિના સુધી નગરમાં માનવ ઉત્સવ ચાલશે.
ભવ્ય નગરી જોઈ હું અચબિત થઇ ગાયો હતો: કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી
પ્રમુખ સ્વામી નગરથી કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહએ જણાવ્યું કે ભવ્ય નગરી જોઈ હું અચબિત થઇ ગાયો હતો. મેનેજમેન્ટના વિદ્યાર્થીઓએ સક્સેસ સ્ટોરી તરીકે અભ્યાસ કરવો જોઈએ.શતાબ્દી મહોત્સવનો લાખો લોકો જે અહીંયા મુલાકાત લેશે. મુલાકાત માત્રથી આત્માનું કલ્યાણતો થશે.ત્યારે મારા જીવનના ઉતાર ચડાવમાં પરિવાર કરતા પહેલા કેટલાક પ્રસંગોમાં પ્રમુખ સ્વામી અગ્રેસર રહેતા હતા. શતાબ્દી મહોત્સવના આજે બીજા દિવસે બપોરના 2 વાગ્યાથી લોકો હવે નગરની મુલાકાત કરવા આવી રહ્યા છે. સામાન્ય લોકોની સાથે સાથે આજે ઉદ્યોગજગતના દિગ્ગજો પણ શતાબ્દી મહોત્સવમાં સામેલ થયા છે.

આંતરરાષ્ટ્રીય માનવ ઉત્કર્ષ સંમેલન
આજે મહોત્સવના સર્વ પ્રથમ દિવસે, પ્રમુખસ્વામી મહારાજ નગરમાં સંધ્યા સભામાં વિશાળ ભક્તમેદનીથી છલકાતા નારાયણ સભાગૃહમાં ભારતના ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ અને ભારતના આંતરરાષ્ટ્રીય સ્તરે વિખ્યાત એવા અનેક ઓદ્યોગિક ગૃહોના વડા પ્રમુખસ્વામી નગરનાં દર્શનાર્થે પધાર્યા હતા. તેઓ હર્ષભેર ‘આંતરરાષ્ટ્રીય માનવ ઉત્કર્ષ સંમેલન’ કાર્યક્રમમાં સમ્મિલિત થયા હતા.
કાર્યક્રમમાં માનવસેવા પ્રવૃત્તિની ઝાંખી
કાર્યક્રમમાં વિવિધ પ્રસ્તુતિઓ દ્વારા દર્શાવવામાં આવ્યું કે કેવી રીતે પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજનું સમગ્ર જીવન માનવમાત્રના ઉત્કર્ષ માટે સમર્પિત રહ્યું. પ્રમુખસ્વામી મહારાજના નેતૃત્વ હેઠળ BAPS સ્વામિનારાયણ સંસ્થા માનવ ઉત્કર્ષનું વૈશ્વિક આંદોલન બની ચૂકી છે. વર્તમાન કાળે પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની નિશ્રામાં BAPS સંસ્થા 160 કરતાંય વધુ પ્રવૃતિઓથી પ્રત્યેક માનવના સર્વતોમુખી ઉત્કર્ષ માટે અભૂતપૂર્વ આધ્યાત્મિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાઓની ભાગીરથી વહાવી રહી છે. નૈતિક મૂલ્યોનું પ્રસારણ હોય, વ્યસનમુક્તિ હોય, પર્યાવરણ સંરક્ષણ હોય કે આદિવાસી ઉત્થાન હોય, પ્રમુખસ્વામી મહારાજની કરુણા પ્રત્યેક વર્ણ-વય, જ્ઞાતિ-જાતિ, દેશ-વેશ અને ધર્મ-કર્મની વ્યક્તિઓ પર વરસી છે.
પ્રેમવતી કેફે આકર્ષણનું કેન્દ્ર
પ્રમુખસ્વામી જન્મ શતાબ્દી મહોત્સવમાં નાસ્તા પાણી માટે તૈયાર કરવામાં આવેલ પ્રેમવતી કેફે અહીં આવતા મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. સામાન્ય રીતે બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરના પ્રેમવતી રેસ્ટોરન્ટથી સૌ કોઈ પરિચિત છે. પરંતુ અહીં પ્રમુખ સ્વામી નગરીમાં પણ પ્રેમવતી કેફે તૈયાર કરવામાં આવ્યા છે. જેની ખાસિયત એ છે કે આ તમામ 30 પ્રેમવતી કેફે મહિલાઓ દ્વારા સંચાલિત છે. આ 30 પ્રેમવતી કેફેમાં 3000 થી વધારે મહિલાઓ કામકાજ સંભાળી રહી છે. નાસ્તા-પાણીની ડિલિવરી, બિલિંગનું કામકાજ મહિલાઓ અને યુવતીઓ કરી રહી છે. જ્યાં વ્યાજબી ભાવે નાસ્તા પાણીની સુવિધા ઉપલબ્ધ છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.